Sunday, September 5th, 2010

BETA | News Feed

ભારતની આર્થિક સમૃધ્‍ધિમાં ગુજરાતનો અમૂલ્‍ય ફાળો છે -મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી

દાંતીવાડા ખાતે કૃષિ યુનિ. માં રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીની ઉપસ્‍થિતિ માં પદવીદાન સમારંભ યોજાયો.

અહીંથી જે જ્ઞાન અને કુશળતા લઇ જઇ રહ્યા છો તેનો ઉપયોગ સમાજ ઉત્‍થાન માટે કરજો.

સમૃધ્‍ધ ભારતના નિર્માણ માટે આપણે જવાબદાર નાગરિકો છીએ.-રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજી.

1બનાસકાંઠા જીલ્‍લાના દાંતીવાડા ખાતે સરદાર કૃષિનગર કૃષિ યુનિવર્સિટીમાં રાજયપાલશ્રી અને વિશ્વ વિધાલયના કુલાધિપતિ ર્ડા. શ્રીમતી કમલાજીના અધ્‍યક્ષસ્‍થાને પાંચમો પદવીદાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાજયપાલશ્રીએ પદવી મેળવનાર વિધાર્થીઓને શુભેચ્‍છા અને અભિનંદન આપતાં જણાવ્‍યું કે, અહીંથી જે જ્ઞાન અને કુશળતા લઇ જઇ રહ્યા છો તેનો ઉપયોગ સમાજના ઉત્‍થાન માટે કરજો. તેમણે કહ્યું કે, જ્ઞાનના આ મંદિરમાંથી સુસજ્જ થઇને જઇ રહ્યા છીએ એટલે હવે જયાં પણ જઇએ ત્‍યાં એ બાબતોનું ધ્‍યાન રાખીએ કે બીજાને મદદરૂપ થવા તત્‍પર રહીએ. તેમણે ઉદાહરણ આપતાં જણાવ્‍યું કે, કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે આપણાથી શકય તમામ પ્રયત્‍નો કરીએ. તેમણે લાંખંડી પુરૂષ સરદાર વલ્‍લભભાઇ પટેલને યાદ કરી તેમને ભાવપૂર્વક શ્રધ્‍ધાસુમન અર્પણ કર્યા હતા. રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ કહ્યું કે, સમૃધ્‍ધ ભારતના નિર્માણ માટે આપણે જવાબદાર નાગરીકો છીએ તેમણે કહ્યું કે, આપણે સારૂ ભણીને આપણી જીંદગી ઉજજવળ બનાવીએ છીએ, તે સાથે બીજા લોકોની જીંદગી પણ સુખમય બને તેની કાળજી રાખીએ.

રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીએ જણાવ્‍યું કે, અહીંથી પદવી મેળવનારા વિધાર્થીઓ તેમના જ્ઞાનનો ઉપયોગ વિશેષ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારોના વિકાસ માટે કરીએ. તેમણે જણાવ્‍યું કે, જ્ઞાનસર્જન એક સતત પ્રક્રિયા છે. આપણે જીવનભર કંઇક ને કંઇક શીખતા જ રહીએ. છીએ. જેનો ઉપયોગ શ્રેષ્‍ઠ જીવનશૈલી તથા આદર્શ સમાજના નિર્માણ માટે કરીએ. તેમણે રાષ્‍ટ્રપ્રેમના ગુણો સારી રીતે કેળવવા વિશે બોલતાં જણાવ્‍યું કે, સ્‍વતંત્ર, સમુધ્‍ધ, આદર્શ અને શ્રેષ્‍ઠ ભારતનું શહિદોનું સપનું સાકાર કરીએ. તેમણે કહ્યું કે, બહુત કુરબાનીઓ કે બાદ આઝાદી આઇ હૈ…….. તેમણે દેશપ્રેમ વિશે કેટલીક પંકિતઓ બોલતાં કહ્યું કે, અબ તુમ્‍હારે હવાલે વતન સાથીઓ……………ઇસ દેશકો રખના બચ્‍ચો સંભાલકે…………….રાજયપાલશ્રીએ જીવનના અસલી તત્‍વને પામવા બીજાને મદદરૂપ થવા હંમેશાં તત્‍પર અને સક્રિય રહેવા જણાવ્‍યું હતું.

2કૃષી અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ પદવી પ્રાપ્‍ત કરનાર વિધાર્થીઓને શુભેચ્‍છા અને અભિનંદન આપતાં જણાવ્‍યુ કે, બ્રાન્‍ડ નેમ ધરાવતી યુનિવર્સિટીમાંથી તમોએ પદવી મેળવી છે, તે તમારા માટે ગૌરવની વાત છે તેમણે કહ્યું કે, મુળભૂત આપણે ગુજરાતીઓ પ્રેમ, સંસ્‍કૃત્તિ અને પ્રકૃત્તિના સત્વને વરેલા છીએ. તેમણે કહ્યું કે, ધરતીમાતાના સ્‍વાસ્‍થ્‍થની કાળજી લેતા સોઇલ હેલ્‍થ કાર્ડ અને કૃષિ મહોત્‍સવ તથા જળ સંચયની પહેલ કરીને ગુજરાતની જન શકિતના પુરૂષાર્થથી ગુજરાત આખા દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર વન રાજય બની ગયું છે. તેમણે કહ્યું કે, ભારતની આર્થિક સમૃધ્‍ધિમાં ગુજરાતનો અમુલ્‍ય ફાળો છે. મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્‍યું કે, ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટે તે માટે રાજય સરકાર અને કૃષિ વૈજ્ઞાનિકો સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. તેમણે  વિધાર્થીઓને અનુરોધ કરતાં જણાવ્‍યું કે ખેડૂતોને પાણીનું મહત્‍વ સારી રીતે સમજાય તે માટે તમારા જ્ઞાનનો ઉપયોગ કરી ખેડૂતોમાં વધુ જાગૃત્તિ લાવજો.

ભારતીય કૃષિ અનુંસંધાન પરિષદના ભૂતપૂર્વ ડાયરેકટર જનરલ ર્ડા. શ્રી આર. એસ. પરોડાએ જણાવ્‍યું કે, ગુજરાત ડેરી ઉધોગમાં સમગ્ર દેશમાં જાણીતું છે. જેના કારણે ભારત સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્‍પાદનમાં પ્રથમ નંબરનું સ્‍થાન ધરાવે છે. તેમણે કહ્યું કે, ગુજરાત તેના સૌથી લાંબા દરિયા કિનારા માટે પણ જાણીતું છે. આનો ઇતિહાસ અંદાજે ૪૫૦૦ વર્ષ જુનો છે. શ્રી પરોડાએ કહ્યું કે, ગુજરાતના ખેડૂતોમાં ધંધાની સારી આવડત છે અને તેઓ સહકારની ભાવના સાથે કામ કરે છે તેમણે કહ્યું કે, ભારતે ફકત કૃષિ ક્ષેત્રે જ નહીં પરંતુ આર્થિક અને સામાજીક ક્ષેત્રે પણ નોંધપાત્ર સિધ્‍ધિઓ હાંસલ કરી છે.

પ્રારંભમાં કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ર્ડા. શ્રી આર. સી. મહેશ્વરીએ. સ્‍વાગત પ્રવચન કરતાં યુનિવર્સિટીની કામગીરી અને પ્રગતિની વિગતો આપી હતી. પદવીદાન પ્રસંગે ૧૦ જેટલા તેજસ્‍વી વિધાર્થીઓને રાજયપાલ ર્ડા. શ્રીમતી કમલાજીના હસ્‍તે ૨૪ સુવર્ણચંદ્રકો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા. યુનિ. ના કુલ ૨૩૦ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે.આ પસંગે ઉત્તર ગુજરાતના ૨૦ જેટલા પ્રગતિશીલ ખેડૂતો અને પશુપાલકોનું પણ રાજયપાલશ્રીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તેમજ પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિધાશાખાઓના પ્રોફેસરશ્રીઓને બેસ્‍ટ ટીચરના એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઇ ગઢવી ધારાસભ્‍યો સર્વશ્રી મફતભાઇ પુરોહીત, શ્રીગોવિંદભાઇ પ્રજાપતિ, ભૂતપૂર્વ સાંસદશ્રી હરીભાઇ ચૌધરી, રાજયસભાના ભૂતપૂર્વ સભ્‍યશ્રી લેખરાજભાઇ બચાણી, અગ્રણીશ્રી કે. એસ. મોગરા, કલેકટરશ્રી આર. જે. પટેલ સહીત મહાનુંભાવો, અધિકારીઓ, વિધાર્થીઓ સારી સંખ્‍યમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Leave a Reply