સૌરાષ્ટ્રમાં ખનીજોની ઇ-મેઇલ રોયલ્ટી પ્રથા શરૂ કરવામાં ભાવનગર જિલ્લો પ્રથમ
March 9, 2010 by Editor
Filed under Bhavnagar, Energy and Petro Chemicals, NOW
લોલીયાણા નજીક સાદી રેતીના ઉત્ખનન માટે અરજી મંગાવાઇ
કમિશનરશ્રી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના માર્ગદર્શન હેઠળ લીઝમાંથી નીકળતા વાહનોને ઇ-રોયલ્ટી પાસ આપવા અંગેની કામગીરીના ભાગરૂપે ભાવનગર જિલ્લાના જી.એમ.ડી.સી. લીગ્નાઇટ પ્રોજેકટમાં પ્રાઇવેટ ધોરણે અમલવારી શરૂ કરેલ છે. આ ઉપરાંત ધણા બેન્ટોનાઇટ લીઝધારકો ઇ-રોયલ્ટી પાસ પ્રથા તેઓના લીઝમાં શરૂ કરવા તૈયાર થયેલ છે. અને ભાવનગર જિલ્લો સૌરાષ્ટ્રમાં ઇ-રોયલ્ટી પ્રજા શરૂ કરનાર પ્રથમ જિલ્લો બનેલ છે.
કમિશનરશ્રી ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, ગાંધીનગરની સૂચનાથી ભાવનગર કચેરી દ્વારા ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના લોલીયાણા ગામ નજીકથી પસાર થતી ધેલો નદીના પટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના ઉત્ખનન માટે જુદા જુદા છ બ્લોક તૈયાર કરી નવી અરજીઓ માટે બ્લોક ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઇચ્છુક અરજદારો અરજી કરીને ટુંકા સમયમાં લીઝો મેળવી શકશે.
મદદનીશ ભુસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ભાવનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે ગેરકાયદેસર ખનિજ અંગે તેમના ક્ષેત્રિય કર્મચારી સાથે તેમજ આર.ટી.ઓ. ભાવનગર સાથે ચેકીંગની કામગીરી કરેલ અને ફેબ્રુઆરી માસ દરમ્યાન દસ વાહન પકડી કસુરદારો સામે કડક પગલા લીધા હતા. વાહનો તળાજા અને મહુવા પોલીસ સ્ટેશનમાં સીઝ કરી રાખવામાં આવેલ છે. કચેરી દ્વારા કાર્બોશીયલ ખનિજ ગેરકાયદેસર વહન અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં તેમજ લાઇમ સ્ટોન ખનિજનાં ગેરકાયદેસર ખનિજ વહન અંગે દાઠા અને મહુવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

