Sunday, September 5th, 2010

BETA | News Feed

ઉમરાળાના ડેડકડી ગામે સ્વર્ણિમ રથના આગમન પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

૪૩ બાળકોએ ભાગ લીધો : વાનગી હરિફાઇમાંરર મહિલાઓએ ભાગ લીધો

રાજયની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીમાં ભાવનગર જિલ્લાના નાના-નાના ગામડાઓ પણ હર્ષભેર જોડાઇ રહયા છે. ઉમરાળા તાલુકાના ડેડકડી ખાતે સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ જયોત રથના આગમન નિમિત્તે યોજાયેલ એક સપ્તાહના કાર્યક્રમોમાં શાળાના બાળકો માટેની વકતૃત્વ, ચિત્રકામ અને સ્લોગન સ્પર્ધામાં ૪૩ બાળકોએ ભાગ લઇને સ્વર્ણિમ ગુજરાત અંગેની પોતાની કલ્પનાઓની અભિવ્યકિત કરી હતી. મહિલા સંમેલન અને તંદુરસ્ત બાળ હરિફાઇમાં રર જેટલી બહેનોએ ઉલટભેર જોડાઇને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી. દેશી રમતોના ઉત્સવમાં ૧૪૨ વિઘાર્થીઓ જોડાયા હતા અને ગ્રામ સુશોભન, સફાઇ સહીતની પ્રવૃત્ત્િામાં સરપંચશ્રી, તલાટીશ્રી અને શાળાના શિક્ષકોના માર્ગદર્શન તળે તમામ ગ્રામજનોએ હાજરી આપી હતી.

એક સપ્તાહના કાર્યક્રમો બાદ સ્વર્ણિમ સંકલ્પ જયોત રથના આગામન પ્રસંગે સ્પર્ધાના વિજેતાઓ તથા ગામના વિશિષ્ટ પ્રતિભા સંપન્ન કર્મચારીઓ- ગ્રામજનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયુ હતું.

Leave a Reply