રાજ્યના ર૭૦૦ યુવક-યુવતીઓને પર્વતારોહણને લગતી તાલીમ અપાઇ
February 5, 2010 by Editor
Filed under Gandhinagar, NOW, Sports, Youth and Cultural Activities
રાજ્યમાં ર૭૦૦થી વધુ યુવક-યુવતીઓને પર્વતારોહણને લગતી તાલીમ આપવામાં આવી છે. જેમાં ૭પ૮ યુવતીઓ અને ૧૯પ૯ યુવકોનો સમાવેશ થાય છે.
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હેઠળ માઉન્ટ આબુ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા અને જૂનાગઢ ખાતે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, ગિરનાર-જૂનાગઢ કેન્દ્રો દ્વારા રાજ્યના નાના બાળકો તથા યુવક-યુવતીઓ માટે પર્વતારોહણની પ્રવૃત્તિના ખડક ચઢાણની જુદા જુદા સમગયાળાની વિવિધ શિબિરો નિર્ધારિત સમયપત્રક મુજબ યોજવામાં આવે છે.
તદ્દઅનુસાર આ બંને સંસ્થાઓ દ્વારા જજાન્યુઆરી-ર૦૧૦ સુધીમાં ર૭૧૭ જેટલા બાળકો-યુવકો અને યુવતીઓને તાલીમ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુ ખાતેની પર્વતારોહણ સંસ્થામાં પર્વતારોહણની પ્રવૃત્તિના ભાગરૂપે એડવેન્ચર, બેઝીક, એડવાન્સ કોચિંગ તેમજ આર્ટિફિશીયલ કોર્ષની તાલીમ આપવામાં આવે છે. જ્યારે જુનાગઢ ખાતેના પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં બેઝીક તેમજ પર્વતારોહણ તાલીમ કેન્દ્રમાં બેઝીક તેમજ એડવાન્સ કોર્ષની અપાય છે.
આ ઉપરાંત હિમાલય વિસ્તાર તેમજ ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં પરિભ્રમણ ટ્રેકીંગ પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવે છે.

