રેવન્યુ તલાટીઓની સીધી ભરતી માટેના ઉમેદવારો જોગ
February 5, 2010 by Editor
Filed under NOW, Revenue, Surendranagar
ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ, ગાંધીનગર તરફથી રેવન્યુ તલાટીઓની સીધી ભરતી માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું આયોજન તા. ૧૪/૨/૨૦૧૦ના રોજ કરવામાં આવેલ છે. આ માટે સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે ઉમેદવારોએ અરજીપત્રકો ભરેલા છે તેવા ઉમેદવારોને મંડળ તરફથી લાયક ઉમેદવારોને કોલ લેટર યુ.પી.સી. પોસ્ટ દ્વારા રવાના કરવામાં આવેલ છે. જેમના અરજીપત્રકોનો અસ્વીકાર કરવામાં આવેલ છે તેની જાણ પણ મંડળ દ્વારા પોસ્ટથી અલગ કરવામાં આવેલ છે. લાયક ઉમેદવારોને તા. ૯/૨/૨૦૧૦ સુધીમાં કોલ લેટર પ્રાપ્ત થયા ન હોય તો જિલ્લા કલેકટર કચેરી હસ્તકના જન સેવા કેન્દ્રમાંથી મંડળે નિયુકત કરેલ એજન્સી દ્વારા ડુપ્લીકેટ કોલ લેટર તા. ૧૦/૨/૨૦૧૦ તથા ૧૧/૨/૨૦૧૦ના રોજ કચેરી સમય દરમિયાન મેળવી લેવા સંબંધ કર્તા ઉમેદવારોને પ્રાંત અધિકારી અને ડ્રીસ્ટ્રીકટ કો- ઓર્ડીનેટર (જનરલ) સુરેન્દ્રનગર દ્વારા જાણ કરવામાં આવી છે.

