Sunday, September 5th, 2010

BETA | News Feed

સખીમંડળોની લાખો બહેનો ગરીબને દેવાં વ્યાજના ચક્કરમાંથી છોડાવશે

February 4, 2010 by Editor  
Filed under CM, Gandhinagar, Garib Kalyan Mela, INITIATIVES, NOW

ગરીબને તેના હક્કનું તો મળ્યું જ  છે પણ  ગરીબ માટે સરકારી યોજનાની જાગૃતિ આવી છે

પચાસ વર્ષથી ગરીબીનો રોગચાળો ફેલાવનારા, વચેટીયા વ્યાજખાઉ શોષણખોરો અને તેમના મળતીયાઓ ઉપર ગરીબ કલ્યાણ મેળાએ જંતુનાશક દવાનું કામ કર્યું છે

ગરીબ કલ્યાણ મેળાઓને મળી રહેલી પ્રચન્ડ સફળતાથી  જેનો ગરાસ લૂંટાઇ રહ્યો છે એની અકળામણો  વ્યકત થઇ રહી છે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે ગરીબી નેસ્તનાબૂદ કરવી છે એવી સમાજશકિતનું વાતાવરણ ગરીબ કલ્યાણ મેળાએ સર્જ્યું છે.

05-02-2010-5આ ગરીબ કલ્યાણ મેળો, એ એવી દવા છે કે ગરીબનું શોષણ કરનારા વચેટીયા અને વ્યાખાઉ શોષણ ખોરો અને તેમનું છેલ્લા પ૦ વર્ષથી રખોપું કરનારાએ ફેલાવેલા ગરીબીના રોગચાળાની સાફ-સફાઇ કરી નાંખશે. ગરીબોને લૂંટનારા અને તેના મળતીયાઓ આ અભિયાનથી જે રીતે અકળામણ વ્યકત કરી રહ્યા છે તે જ બતાવે છે કે તેમનો ગરાસ લૂંટાઇ રહ્યો છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

ગરીબોના સશકિતકરણના અભિયાનરૂપે પંચમહાલ જિલ્લાનો બીજો ગરીબ કલ્યાણ મેળો આજે કડાણામાં યોજવામાં આવ્યો હતો જેમાં કડાણા, સંતરામપુર, ખાનપુર, શહેરા અને લુણાવાડા એમ પાંચ તાલુકાના રરપર૯ લાભાર્થીઓ રૂ. ૪૭.૩૭ કરોડના સાધન-સહાય એક જ મંચ નીચે મુખ્યમંત્રીશ્રી અને અન્ય મંત્રીશ્રીઓએ હાથોહાથ આપ્યા હતા. એકલા પંચમહાલમાં કુલ મળીને પ૦ હજાર ઉપરાંત ગરીબોને રાજ્ય સરકારે રૂ. ૮૮ કરોડની સહાય ગરીબી રેખાથી ઉપર આવવા પૂરી પાડી છે.

05-02-2010-6ગરીબ કલ્યાણ મેળામાં માત્ર સહાયનો ધોધ જિલ્લે-જિલ્લે વહી રહ્યો છે તે ગુજરાતની આવતીકાલની ગરીબી સામે લડાઇનો શકિત ધોધ બની રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગરીબને એક ભરોસો મળ્યો છે કે ગરીબીમાં જનમ્યા ભલે પણ હવે ગરીબીમાં જીવવું નથી. અને પોતાના સંતાનની પેઢીને વારસામાં ગરીબી નહી પણ રોટલો અને ઓટલો મળે એવું સપનું પુરૂં કરવા આ સરકાર ડગલે ને પગલે પડખે ઉભી રહી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

વનબંધુ કલ્યાણ યોજનાએ તો આદિવાસી જૂવાનપેઢીમાં આત્મસન્માનથી કૌશલ્ય વિકાસની તાલીમ હજારો યુવાનો ટેકનીકલ શિક્ષણ લઇને રોજગારી મેળવી ગરીબી રેખાથી બહાર આવી રહ્યા છે. આ જ ગરીબી સામે લડાઇની આ સરકારની વ્યૂહરચનાની સફળતા છે. એ જ રીતે શિક્ષણમાં ઉત્તમ સવલતો આપીને ગરીબ બાળક પણ વિકસીત સમાજની બરોબરી કરી શકે તેવી વ્યવસ્થા આખા ગુજરાતમાં કરી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. શિક્ષિત પરિવારમાં ગરીબીને દેશવટો આપોઆપ મળી જતો હોય છે.

ગરીબોને વ્યાજ-દેવાના ડુંગરામાંથી બહાર કાઢીશું, શિક્ષિત બનાવીશું અને મુસિબતમાં મદદરૂપ થઇશું તો ગરીબીની પીડાંને બદલે ગરીબીને ગરીબના ઘરમાંથી તરફડીને ભાગવાની નોબત આવશે જ એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.

આ માટે, સખીમંડળોને ગામે-ગામ આર્થિક પ્રવૃત્તિમાં સક્ષમ બનાવીને ધિરાણ-બચતનો વહીવટ રૂ. ૪૦૦ કરોડનો આપેલો છે અને હવે આ સ્વર્ણિમ ગુજરાત વર્ષમાં સવા લાખથી વધારે સખીમંડળોમાં જોડાયેલી લાખો ગરીબ કુુટુંબોની બહેનોને રૂ. ૧૦૦૦ કરોડની રકમ આપવાની નેમ તેમણે વ્યકત કરી હતી. સને ર૦૧૪ સુધીમાં તો સખીમંડળો જ રૂ. પ૦૦૦ કરોડની ધિરાણ બચતની પ્રવૃત્તિ કરીને ગરીબ કુટુંબોને દેવામાંથી છોડાવશે. વ્યાજખાઉ શોષણખોરોની જમાતના કારસા બંધ કરી દેશે. તેવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

તેમણે ગરીબોના હક્કનું સાચા લાભાર્થીને જ મળે અને ખોટા લેભાગુને ગ્રામસમાજ જ ઓળખી લે તેવી પાકે પાયે પારદર્શી વ્યવસ્થા કરી છે તેમ જણાવ્યું હતું.

મોંઘવારી ડામવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવવો જોઇએ કે નહીં તેવો પ્રશ્ન ઉઠાવતાં લાખોની જનમેદનીએ બે મૂઠ્ઠી સાથે “હા”નો સામૂહિક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ એમ જણાવ્યું કે આ જનતા જે ચાહે છે તે જ તેઓ કરી રહ્યા છે!

આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂ. ૧પ હજાર કરોડના ખર્ચે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે. જેના દ્વારા વનવાસીઓના જીવનમાં બદલાવ આવ્યો છે.

ભૂતકાળની સરકારોમાં આદિવાસીઓની ઉપેક્ષા કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓ માટે રાજ્ય સરકારે ગુજરાત પેટર્ન અમલમાં મૂકી આદિવાસીઓના સર્વાંગી વિકાસ થાય તે દિશામાં સર્વગ્રાહી પગલાં લીધા છે.

પંચમહાલના સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રવર્તમાન સરકારે વનવાસીઓ માટેની કલ્યાણકારી યોજનાઓના લાભો સીધેસીધા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી તેમના હાથમાં પહોંચાડયા છે. રાજ્ય સરકારે વનવાસીઓ માટે અમલમાં મૂકેલ કલ્યાણકારી યોજનાઓની તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. ગરીબોના જીવનમાં આર્થિક ઉન્નતિના અજવાળાં પથરાય તે માટે સરકારે જિલ્લે-જિલ્લે ગરીબ કલ્યાણ મેળાઓનું અભિયાન ઉપાડયું છે તેમ તેમણે ઉમેયું હતું.

પ્રારંભમાં કલેકટરશ્રી મિલિન્દ તોરવણે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં યોજાયેલ બે ગરીબ કલ્યાણ મેળાઓમાં પ૦ હજાર ઉપરાંત ગરીબ વનવાસીઓને રૂ. ૮૮ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું છે. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી સંધ્યા ભુલ્લરે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે સંસદીય સચિવશ્રી જયદ્રથસિંહ પરમાર, સુંદરસિંહ ચૌહાણ, વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અંબાલાલ રોહિત, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રમેશ રાઠવા, ધારાસભ્યો સર્વશ્રી અરવિંદસિંહ રાઠોડ, ફતેસિંહ ચૌહાણ, જેઠાભાઇ ભરવાડ, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કાળુભાઇ માલીવાડ, અગ્રણીશ્રી પ્રબોધકાંત પંડયા, ચંદ્રકાંત પંડયા, તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ સહિત કડાણા, સંતરામપુર, ખાનપુર, લુણાવાડા અને શહેરા તાલુકાના વનવાસી બંધુઓ પ્રભારી સચિવશ્રી જે. પી. ગુપ્તા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply