એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ આવરી લેવાયેલ એકમો જોગ અગત્યની સૂચના
February 3, 2010 by Editor
Filed under Labour and Employment, NOW, Vadodara
એપ્રેન્ટીસોની તાલીમ કાર્યક્રમના સંચાલન માટે એકમોની સગવડનો ઉપયોગ કરી એકમોને જરૂરીયાત મુજબનું કુશળ માનવબળ પુરુ પાડવા માટે એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ બનાવેલ છે. આ યોજનાનો હેતુ રાષ્ટ્રના યુવક- યુવતીઓને તાલીમ આપી રચનાત્મક માર્ગે વાળી ઔઘોગિક ક્ષેત્ર માટે તાલીમબધ્ધ માનવશક્તિ પુરી પાડવાનો છે. રાષ્ટ્રીય વિકાસ માટે બિનકુશળ ઉમેદવારો આપના એકમ ખાતેની અઘતન તાલીમ સુવિધાનો લાભ મેળવી આપના જેવા જ ઔઘોગિક એકમો માટે જ કુશળ કારીગર તૈયાર થાય અને રોજગારી/ સ્વરોજગારી મેળવી સ્વનિર્ભર થઇ શકે તે માટેના સરકારશ્રીના ઉમદા અભિગમને સહયોગ આપવા માટે અપેક્ષા રાખવામાં આવે છે.
એપ્રેન્ટીસ અધિનિયમ ૧૯૬૧ કલમ-૮ (૩) હેઠળ વડોદરા, પંચમહાલ, દાહોદ, આણંદ, ખેડા જિલ્લાના સરકારી/ અર્ધ-સરકારી/ ખાનગી એકમોને વિવિધ વ્યવસાયમાં એપ્રેન્ટીસની બેઠકોની ફાળવણી કરવામાં આવેલ છે. ફેબ્રુઆરી/ એપિ્રલ-૨૦૧૦ ભરતીસત્ર દરમિયાન એકમ ખાતે ખાલી પડનાર બેઠકો ૧લી ફેબ્રુઆરી-૨૦૧૦ થી ૧૫મી એપિ્રલ-૨૦૧૦ દરમિયાન ભરાય તે માટે ઉમેદવારોની પસંદગી કરવાની કાર્યવાહી અત્યારથી જ શરૂ કરવા પ્રબંધ કરશો. જેથી ભરતીસત્ર શરૂ થતા પહેલા ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પુર્ણ કરી ભરતીસત્ર દરમિયાન ભરવાપાત્ર બેઠકો સામે ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે નિમણુંક આપી શકાય.
સંબંધિત એકમને ફાળવેલ બેઠકો ભરવા માટે જરૂરીયાત મુજબના ઉમેદવારો (૧) આપની કક્ષાએ સ્થાનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી, (૨) આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારોની યાદી નજીકની ઔઘોગિક તાલીમ સંસ્થાઓ ખાતેથી મેળવી,(૩) આઇ.ટી.આઇ. પાસ તથા ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી નજીકની રોજગાર કચેરી ખાતેથી નામ મેળવી, (૪) આઇ.ટી.આઇ. પાસ તથા ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની વિગતો આ ખાતાની વેબસાઇટ www.talimrojgar.org પરના List of ITI તથા “exam results‘ તથા “search for employee from exchang data’ modules ઉપરથી નામાવલી મેળવી, (૫) આપના એકમના નોટિસબોર્ડ પર તથા અન્ય સાર્વજનિક કચેરીના નોટિસબોર્ડ પર નોટિસ પ્રસિધ્ધ કરી, તેની વિગતો મેળવી શકો છો.
સંબંધિત એકમને ફાળવેલ ટ્રેડ માટે આઇ.ટી.આઇ. પાસ ઉમેદવારો ન મળે તો જ તે ટ્રેડ માટે જરૂરી ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરીને પણ ફાળવેલ બેઠકો ફરજીયાત ભરવાની રહે છે. એપ્રેન્ટીસ અધિનિયમ-૧૯૬૧ની જોગવાઇ મુજબ એપ્રેન્ટીસની ફાળવેલ બેઠકો ભરવા માટેની આપની કાયદાકીય ફરજ બને છે. જેથી આ બેઠકો ભરવા માટેની કાર્યવાહી કરવા માટે વિભાગીય એપ્રેન્ટીસશીપ સલાહકાર અને નાયબ નિયામકશ્રી(તાલીમ), પ્રાદેશિક કચેરી, વડોદરા તરફથી એકમોના જવાબદાર અધિકારીનું ધ્યાન દોરવામાં આવે છે.

