Sunday, September 5th, 2010

BETA | News Feed

વિવિધ ક્ષેત્રના કલાકારો અને કલા સંસ્થાઓની ડિરેકટરી પ્રસિધ્ધ કરાશે

કલાકારો અને કલા સંસ્થાઓને તા.૨૫/૨/૨૦૧૦ સુધીમાં નિયતફોર્મ ભરીને રજૂ કરવા અનુરોધ

ગુજરાતમાં વસતા નાટય, સંગીત, લોકકલા જેવી વિવિધ કલાક્ષેત્રના કલાકારો અને કલા સંસ્થાઓની એક ડિરેકટરી પ્રસિધ્ધ કરવાનો નિર્ણય લેવાયો હોય, ગુજરાત સરકાર સંચાલિત કલાકાર કલ્યાણનિધિ ટ્રસ્ટ દ્વારા આ કલાકારો અને કલાસંસ્થાઓની ડિરેકટરી માટે સંબંધકર્તાઓને તેમની વિગતો સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરીમાંથી નિયતફોર્મ મેળવીને સંપૂર્ણ રીતે ભરેલાં ફોર્મ તા. ૨૫/૦૨/૨૦૧૦ સુધીમાં તેજ કચેરીને પરત પહોંચાડવાના રહેશે.

એવું સભ્ય સચિવશ્રી કલાકાર કલ્યાણ નિધિ ટ્રસ્ટ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

Leave a Reply