રાજ્યના ર૯ તાલુકાઓમાં હળવો વરસાદઃ ૧૩ જિલ્લાઓ વરસાદ વિહોણા
July 30, 2010 by Editor
Filed under Gandhinagar, General Administration, NOW
મોરબી, લીંબડી, ભુજમાં બે ઇંચ અને રાણપુર, બરવાળા, ઘોઘા, આણંદમાં એક ઇંચ વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન માત્ર ર૮ તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે. જ્યારે ૧૩ જિલ્લાઓ વરસાદ વિહોણા રહ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૩૦-૭-ર૦૧૦ના રોજ સવારે ૭-૦૦ કલાકે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના મોરબીમાં ૪૮ મી.મી., સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પર મી.મી., કચ્છ જિલ્લાના ભૂજમાં ૬ર મી.મી. એટલે કે બે ઇંચ જેટલો જ્યારે ઘોઘા, રાણપુર, આણંદ, બરવાળા મળી કુલ ચાર તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત લાઠી, ગારીયાધાર, મહુવા, તળાજા, ખંભાળીયા, જૂનાગઢ, માણાવદર, માંગરોળ, વંથલી, ગોંડલ, લોધીકા, ઉપલેટા, અંજાર, ભચાઉ, માંડવી, નખત્રાણા, કડી, ધોળકા, માંડલ દેત્રોજ અને વડોદરા મળી કુલ ર૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ પાણી પડ્યુ હોવાના અહેવાલો છે.
રાજ્યના પોરબંદર, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, બનાસકાઠા, ગાંધીનગર, પાટણ, સાબરકાઠા, આણંદ, દાહોદ, ખેડા અને પંચમહાલ મળી કુલ ૧૩ જિલ્લાઓ વરસાદ વિહોણા રહ્યા છે.

