નવરાત્રિમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા પૂજન-અર્ચનઃ નાગરિકોએ કન્યા કેળવણી નિધિમાં રૂ. ૭૧,૦૦૦ આપ્યા
September 23, 2009 by admin
Filed under NOW, Uncategorized
- વિવિધ ગરબા મહોત્સવોમાં મુખ્યમંત્રીશ્રીની હાજરી કન્યા કેળવણીમાં લોક યોગદાનનું નિમિત્ત બની
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવરાત્રી પર્વના ચોથા નોરતાએ શહેરના મણીનગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ યોજાયેલા ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહીને માં આદ્યશક્તિનું પૂજન-અર્ચન કર્યું હતું.
આ પ્રસંગે હરિદર્શન પાર્કના નાગરિકો દ્વારા મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂ.૭૧,૦૦૦/-ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મણીનગરના હરિદર્શન પાર્ક, જોગેશ્વરી પાર્ક, લક્ષ્મીનાથ સોસાયટી, સત્યપથ સોસાસયટી તથા કાંકરીયા ફૂટબોલ ગ્રાઉન્ડના ગરબા મહોત્સવમાં ગરબા-રાસની રંગત માણી હતી.
આ પ્રસંગે અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી અસિતભાઇ વોરા, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો, અગ્રણીઓ-નગરજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

