Gujarat Interactive

ભૂમિપૂજન ન્યુ સિવિલ હોસ્પિટલ અલ્ટ્રાટેક હોસ્પિટલ કોમ્પ્લેક્ષ ઇમરજન્સી કેર એન્ડ ટ્રોમા સેન્ટર
ગુજરાત આરોગ્ય સેવા અને શિક્ષણ-સુવિધાના ક્ષેત્રે નવી ઉંચાઇએ પહોંચ્યું છે

સામાન્ય માનવીને ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા આપવાનું લક્ષ્ય

ગુજરાત સાથે વિકાસની  તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર કેન્દ્રની દિલ્હી સલ્તનતને  કરતા મુખ્યમંત્રીશ્રી

કેન્દ્ર સરકારને ‘કોમનવેલ્થ‘ની  જ ચિન્તા છે-‘કોમનમેનની  હેલ્થ‘ની  પરવા જ નથી!

ગુજરાત મરજીવાની ફોજ સાથે વિકાસયાત્રા આગળ ધપાવી રહ્યું છે એને સીબીઆઇના નામે  ધાકધમકીથી ડરાવી શકાશે નહીં

લોકાર્પણઃ   યુએનમહેતા સુપર સ્પેશિયલ હ્વદયરોગ હોસ્પિટલ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના મહત્વાકાંક્ષી  પ્રોજેકટના સમારોહમાં એવો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો કે રાજ્ય સરકાર સામાન્ય  નાગરિકને ઓછા ખર્ચે ઉત્તમ અને ઝડપી આરોગ્ય સેવા મળે એ લક્ષ્ય સાથે આરોગ્ય સેવાઓના  વિકાસના બધાં જ પાસાંઓમાં ગુણાત્મક પરિવર્તન લાવી રહી છે.

આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ ક્ષેત્રે નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરવાની સાથે ગુજરાતમાં  કુપોષણ સામે રોગપ્રતિકારક શકિત માટેના પોષક આહારના પગલાં અને પાણી તથા વાયુ  પ્રદૂષણનું નિવારણ કરીને શુધ્ધ હવા,  શુધ્ધ પાણી  તથા પોષક આહારની પ્રિવેન્ટીવ હેલ્થકેરની વ્યૂહ રચના અમલમાં મૂકનારૂં પણ  ગુજરાત જ છે. અમદાવાદ જે દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં ગણાતું હતું એ જ અમદાવાદ ,  અશુધ્ધ હવાના પ્રદૂષણમાંથી પર્યાવરણની દિશામાં અગ્રેસર બન્યું છે અને બીઆરટીએસ  જનમાર્ગ ,  સીએનજી પબ્લીક ટ્રાન્સપોર્ટ ,  નર્મદાનું પાણી અને ફોર્ટિફિકેશન ઓફ ફૂડ જેવા નવા રોગપ્રતિકારક શકિતના આયામો સાથે ,  ૯ લાખ વૃક્ષોનું એક જ દિવસમાં વાવેતર કરવાનો વિશ્વવિક્રમ સર્જી શકયું છે.

ગુજરાત કૃષિક્ષેત્રે નવ ટકાથી વધારે વિકાસ દર મેળવીને દુષ્કાળને દેશવટો આપી શકયું  છે. સમગ્ર દેશમાં સૌથી વધુ ૭ર ટકા રોજગારી એકલા ગુજરાતમાં ઉપલબ્ધ થઇ છે અને બાકીના  ર૮ ટકા આખા હિન્દુસ્તાનની રોજગારીના થાય છે-એવી અનેક ગૌરવવંતી વિકાસની સિધ્ધિઓનો  છેલ્લો એક દાયકો ગુજરાતમાં ચાલી રહ્યો છે જેના પાયામાં રાજ્ય સરકારની શાંતિ અને  વિકાસનો મંત્ર છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં આરોગ્ય સેવાઓની માળખાકીય સુવિધાઓમાં સુધારાની સાથે ટેકનોલોજી અને  માનવસંસાધન વિકાસની મેડીકલ નર્સિંગ એજ્યુકેશનની તથા હેલ્થ રિસર્ચની અનેક નવી  ક્ષિતિજોએ આકાર લીધો છે અને જીવનશૈલીની તનાવભરી આદતોના કારણે ઉભરતા રોગો સામે  સમાજને રોગપ્રતિકારક પગલાં માટે જાગૃત કરવાનું અભિયાન પણ ઉપાડયું છે. સામાન્ય ગરીબ  માનવીની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અને વિકાસના મંત્રને સાકાર કરીને ભારતમાતાની  સેવા કરવા આ સરકારે પાછું વળીને જોયું નથી અને પાછી પાની કરવાની પણ નથી.

કેન્દ્રની દિલ્હી  સલ્તનતને “ કોમનવેલ્થ” ની  પડી છે,  કોમનમેનની હેલ્થની પરવા નથી

કેન્દ્રની દિલ્હી સલ્તનતને ગુજરાત સાથે વિકાસની તંદુરસ્ત સ્પર્ધા કરવાનો પડકાર  ઝીલવાનું આહ્્વાન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.  “કોમનવેલ્થ“ કરતાં ગુજરાત સરકારને કોમન મેનની હેલ્થની જ ચિન્તા હૈયે વસેલી છે એમ જણાવી તેમણે  કેન્દ્રની કોંગ્રેસ શાસિત સરકારે કોમનવેલ્થના ભ્રષ્ટાચારથી દેશને શરમજનક સ્થિતિમાં  મૂકી દીધો છે એવી સ્પષ્ટ આલોચના કરી હતી.

ગુજરાતનો આ ન્યુ સિવિલ હોસ્પિટલનો પ્રોજેકટ ડિસેમ્બર-ર૦૧રમાં પૂરો થવાનો છે અને  પૂર્વ અમદાવાદમાં આધુનિકત્તમ એવું વીર સાવરકર રમત સંકુલનું માત્ર દોઢ વર્ષમાં  નિર્માણ ગુજરાતે કરી બતાવ્યું છે તેનો ગૌરવ સાથે ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ  જણાવ્યું કે કોમનવેલ્થનો મૂળ પ્રોજેકટ રૂા. ૬૯ કરોડ હતો તે વધીને રૂા. ૪પ૦૦૦ કરોડનો  થઇ ગયો અને એક પછી એક ભ્રષ્ટાચારના દરવાજા ખૂલી રહ્યા છે ચાર વર્ષે પણ કોમનવેલ્થ  પ્રોજેકટનું કામ પુરૂં થયું નથી અને વડાપ્રધાનશ્રી હવે લીપાપોતીના થીગડા મારવા  લાગ્યા છે! પરંતુ દેશની જનતા બધુ સમજે છે અને આ પાપલીલાનો બદલો લઇને રહેશે એમ તેમણે  આક્રોશપૂર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની વિકાસયાત્રામાં હવનમાં હાડકા નાંખી રહેલા ગુજરાત  વિરોધીઓને ચેતવણી આપી હતી. ગુજરાતની વિકાસયાત્રાને રોકી શકાશે નહી,  કારણ કે ગુજરાત કયારેય આફતોથી ડર્યું નથી ,  સંકટોનો સામનો કરવાનું ગળથૂથીમાં છે અને મરજીવાની ફોજ લઇને નીકળેલા ગુજરાતને  સીબીઆઇના નામે ધાકધમકીથી ડરાવી શકાશે નહીં. ગુજરાતની વિકાસયાત્રાને રૂંધવાના કારસા  કરનારાને ગુજરાતની જનતા પૂરેપૂરી ઓળખે છે અને આ જ જનતા જનાર્દનના આશીર્વાદથી ગુજરાત  સરકાર ગુજરાતના વિકાસને વિશ્વ સમક્ષ નવી ઊંચાઇઓ ઉપર લઇ જવામાં પાછી પાની નહીં કરે  એવો વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપ્યો હતો.

આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે ગુજરાતનો છેલ્લો આખો દાયકો સુશાસન,  વહીવટી દ્રષ્ટિવંત આયોજન ,  દીર્ઘદ્રષ્ટી અને પ્રગતિ તથા શાંતિ અને સુરક્ષાનો સ્વર્ણિમ દાયકો બની રહ્યો તેનું  શ્રેય મુખ્યમંત્રીશ્રીના ગતિવંત નેતૃત્વને આપતા જણાવ્યું કે ન્યુ સિવિલ હોસ્પિટલનો  કોમ્પલેક્ષ એશિયા જ નહી ,  આખા વિશ્વમાં પ૦૦૦ પથારીઓની ક્ષમતા સાથેનો વિશાળ આરોગ્ય સેવાનો પ્રોજેકટ બની રહેશે ,  જે ડિસેમ્બર ર૦૧રમાં પૂરો થઇ જશે. તેમણે ચેપી રોગચાળાને કાબૂમાં લેવાના પગલાં સફળ  રહ્યા છે ત્યારે જીવનશૈલીની આદતોના કારણે વકરતા રોગો સામે જનતાને સજાગ રહેવાની જરૂર  ઉપર ભાર મૂકયો હતો. હ્વદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગોના સંકટ સામે સામાન્ય માનવીને  પણ ઉત્તમ સારવાર મળી રહે ,  શાળાના બાળકોને ગંભીર રોગોમાંથી બચાવવા વિનામૂલ્યે શસ્ત્રક્રિયા સારવારની સુવિધા  અને અનુસૂચિત જાતિ ,  જનજાતિ તથા ગરીબી રેખા હેઠળ જીવતા દર્દીઓને ઇમરજન્સી સારવાર વિનામૂલ્યે આપવા માટે  યુ. એન. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલો માનવસેવાના ક્ષેત્રે રાજ્ય સરકારને ઉમદા  સહયોગ આપી રહી છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલ,  કાયદા રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજા ,  ટોરેન્ટ ઔદ્યોગિક ગૃહના અધ્યક્ષ અને યુ. એન. મહેતા પરિવારના વડા શ્રી સુધીરભાઇ  મહેતા સહિત મેનેજમેન્ટ ટ્રસ્ટીમંડળ ,  ધારાસભ્યશ્રીઓ ,  મેયરશ્રી કાનાજી ઠાકોર અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત હતા.

ઇઝરાયેલની કંપનીમાં ગુજરાતના મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી સેકટરમાં ભાગીદાર બનવા તત્પર
ઇઝરાયેલ રાજદૂતશ્રીએ મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મૂલાકાત લીધી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા ઇઝરાયેલના ભારતસ્થિત  રાજદૂત શ્રીયુત માર્ક સોફર એ  (Mr.  MARK Sofer)   ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેકચરીંગ સેકટરના વિકાસમાં ઇઝરાયેલની કંપનીઓ સહભાગી થવા  તત્પર છે એમ જણાવ્યું હતું.

ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચેના સંબંધો વિસ્તૃત મૂલક ઉપર વિકસાવવાની અભિલાષા સાથે  શ્રીયુત માર્ક સોફરે ગુજરાતની સર્વાંગીણ પ્રગતિ અને સમૂદ્રકાંઠાના વિકાસની પ્રસંશા  કરી હતી અને મુખ્યમંત્રીશ્રી પાસેથી વિકાસની નવી સંભાવનાઓની જાણકારી પ્રાપ્ત કરી  હતી.

મુખ્યમંત્રીશ્રીએ આગામી તા. ૧૧-૧ર-૧૩ જાન્યુઆરી ર૦૧૧ના દિવસો દરમિયાન વાઇબ્રન્ટ  ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ભાગ લેવા ઇઝરાયેલને ઉચ્ચ સત્તાધારી  પ્રતિનિધિમંડળ મોકલવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન અને ઉદ્યોગ અગ્ર સચિવશ્રી  એમ. શાહુ પણ ઉપસ્થિત હતા.

ગુજરાતમાં પાંચ પ્રાદેશિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી  (GSDMA)  ની ગર્વનીંગ બોડીની ફળદાયી બેઠક સંપન્ન

આપત્તિ વ્યવસ્થાપન માટે સમાજશકિતના કૌશલ્ય નિર્માણનું વ્યાપક ફલક ઉભૂં કરાશે

ગુજરાતભરમાં “સેફટી  ડે”   દરમહિને ઉજવીને આપત્તિ સમયે સુરક્ષાના લોકશિક્ષણનું વાતાવરણ સર્જાશે

ઔદ્યોગિક ગૃહો દ્વારા  ડિઝાસ્ટર મેનેજમેન્ટના સંસાધનો વસાવવાનું સામાજિક દાયિત્વ

ગુજરાતમાં  પાંચ પ્રાદેશિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપત્તિ વ્યવસ્થાપનના કૌશલ્ય સંવર્ધન માટે  સમાજની શકિતને ઉજાગર કરવાની નિર્ણાયક ભૂમિકા ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન  પ્રાધિકરણ  (GSDMA)   વ્યાપક પાયા ઉપર હાથ ધરશે તેવી નેમ વ્યકત કરી છે.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણની ગવર્નીંગ બોડીની બેઠક  મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઇ હતી જેમાં નાણાં મંત્રીશ્રી  વજૂભાઇ વાળા,   મહેસૂલ મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલ,   મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી,   પોલીસ મહાનિદેશકશ્રી અને વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં પાંચ જેટલા પ્રાદેશિક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર  ERC   અને ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓને સમાજશકિત ઉજાગર કરીને કોઇપણ આપત્તિને  પહોંચી વળવા અને આપત્તિની,   સંકટોના જોખમોની અસરોનું નિવારણ કરવા માટે સક્ષમ બનાવવા ઉપર મુખ્યમંત્રીશ્રીએ ભાર  મૂકયો હતો.

રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે આપત્તિની સંભાવનાઓ નિવારવા અને રસાયણિક ઉદ્યોગો સહિત  ખાનગી અને જાહેર સાહસોના ઉદ્યોગો તથા ઔદ્યોગિક વસાહતો સામાજિક દાયિત્વથી સામૂહિક  ધોરણે કે વ્યકિતગત સુરક્ષાના આધુનિક સંસાધનો વસાવે અને પ્રાધિકરણ સાથે સંકલનમાં રહે  એવી સ્થિતિનું નિર્માણ કરવા તેમણે સૂચવ્યું હતું.

આપત્તિ વ્યવસ્થાપન માટેનો નવો વિષય શહેરી માળખાકીય સુવિધા વિકાસના  JNNURMમાં  માનવસેવાના ધોરણે સમાવેશ કરવા અને કેન્દ્રીય સહાયની જોગવાઇ સૂચવવા ભારત સરકારને  રજૂઆત કરવા પણ તેમણે પ્રાધિકરણને સૂચના આપી હતી.

GSDMA-પ્રાધિકરણે  ગુજરાતના ૧૧૬૯ જેટલા ખાસ કરીને સમૂદ્રકાંઠાના ગામો માટે વાવાઝોડાના જોખમો સામે  આપત્તિ વ્યવસ્થાપનનો પ્રોજેકટ તૈયાર કરેલો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતભરમાં આપત્તિ  વ્યવસ્થાપનમાં જનશકિતને જોડવાનું નવતર સૂચન કરતાં દરમહિને,   સમગ્ર રાજ્યમાં સુરક્ષા દિવસ (સેફટી ડે) ઉજવવાની અને  મોક  ડ્રીલના  કાર્યક્રમોથી લોકશિક્ષણ કરવાની જરૂર ઉપર ભાર મૂકયો હતો.

ગુજરાતમાં આપાત્તકાલિન સંચાર વ્યવસ્થાની સુનિશ્ચિત કાર્યયોજના તૈયાર થયેલી છે અને  કલાઇમેટ ચેંજના પડકારો જોતાં,   આપત્તિ વ્યવસ્થાપન સાથે સંલગ્ન અભ્યાસ હાથ ધરવા પણ તેમણે સૂચવ્યું હતું. નેશનલ  ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ  (NDRF)   દ્વારા વડોદરા જિલ્લાના શિનોર નજીક પૂર બચાવ તાલીમ કેન્દ્ર શરૂ કરવાની દરખાસ્તને  મંજૂર કરવામાં આવી હતી.

GSDMA   દ્વારા ગુજરાત ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ  (GIDM)નું  નિર્માણ રાયસણ નજીક પ્રગતિમાં છે તેમ  GSDMAના  ચીફ એકઝીકયૂટીવ ઓફિસરશ્રી એ. આર. બેનરજીએ ગવર્નીંગ બોડીના એજન્ડાની પ્રસ્તુતિ કરતા  જણાવ્યું હતું.

રાજ્યના ૧૬૫ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ ઃ ૧૩ તાલુકાઓમાં ૪ થી ૯ ઇંચ જ્યારે ૧પર તાલુકાઓમાં ૩થી અર્ધો ઇંચ વરસાદ
નવસારી,   ઉપલેટામાં ૯ ઇંચ,   કુતિયાણા,   ઉમરગામ ૬ ઇંચ,   અને જામજોધપુર,   ધોરાજી,   જલાલપોર,   બારડોલી અને સુરત શહેરમાં પ ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૧૬પ તાલુકઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાના  અહેવાલો છે. જેમાં ૧૩ તાલુકાઓમાં ૪ થી ૯ ઇંચ સુધી જ્યારે ૧પર તાલુકાઓમાં ૩ થી અર્ધો  ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રાજ્યના ઇમરજન્સી  ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૩૦-૮-ર૦૧૦ને સવારે ૭-૦૦ કલાકે  પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન   નવસારી જિલ્લાના નવસારીમાં રર૦ મી.મી., રાજકોટ  જિલ્લાના ઉપલેટામાં ર૧૪ મી.મી. એટલે કે ૯ ઇંચ જેટલો, પોરબંદર  જિલ્લાના કુતિયાણામાં ૧પ૦ મી.મી., વલસાડ  જિલ્લાના ઉમરગામમાં ૧પ૪ મી.મી. એટલે કે છ ઇંચ જેટલો જ્યારે જામનગર જિલ્લાના  જામજોધપુરમાં ૧૩૩ મી.મી., રાજકોટ  જિલ્લાના ધોરાજીમાં ૧૩૦ મી.મી., નવસારી  જિલ્લાના જલાલપોરમાં ૧ર૭ મી.મી., સુરત  જિલ્લાના બારડોલીમાં ૧૪૦ મી.મી., સુરત  શહેરમાં ૧૩ર મી.મી. મળીને કુલ પ તાલુકાઓમાં પ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત   વેરાવળમાં ૧૧પ મી.મી., સૂત્રાપાડા  ૧૧૦ મી.મી.,  મહૂધા ૧૦૬ મી.મી., અને  હારિજમાં ૧૦૦ મી.મી. મળીને કુલ ૪ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ, તેમજ  માંડવીમાં ૭૧ મી.મી., રાધનુપર ૮૮  મી.મી.,  આણંદ ૭૧ મી.મી., ખંભાત ૮૪  મી.મી.,  દેવગઢબારીયા ૮૦  મી.મી.,  સંખેડા ૭ર મી.મી., જોડીયામાં  ૮૮ મી.મી.,  ભેંસાણ ૭૬ મી.મી.,  માંગરોળમાં  ૯પ મી.મી.,  ઉનામાં ૮૦ મી.મી., ચોટીલા ૭ર  મી.મી.,  લીંબડી ૮૮ મી.મી., કામરેજ ૮ર  મી.મી.,  મૂહવા ૯૩ મી.મી., ઓલપાડ ૮૯  મી.મી.,  પલસાણા ૯૦ મી.મી.  અને સોનગઢમાં ૭પ મી.મી. મળીને કુલ ર૦ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો  છે.

જ્યારે બેચરાજી ૬પ  મી.મી,  કડી ૬ર મી.મી, મહેસાણા પ૪  મી.મી,  વિસનગર પ૪ મી.મી, ઊંઝા ૪૮  મી.મી,સમી  પર મી.મી,  હિંમતનગર-પ૦ મી.મી, મોડાસા ૬૭  મી.મી.,  પ્રાંતિજ અને તલોદ  ૬૦,  બોરસદ પર મી.મી., દાહોદ ૬૪  મી.મી.,  મહેમદાવાદ ૬૦  મી.મી.,  નડિયાદ ૬પ મી.મી., પાદરા ૭૦  મી.મી.,  જાફરાબાદ પ૦ મી.મી, કાલાવાડ ૬૩  મી.મી.,  કોડીનાર પ૦ મી.મી., માળિયા પર  મી.મી,તાલાળા  ૭૦ મી.મી,  વિસાવદર પ૭ મી.મી, રાણાવાવ ૬પ  મી.મી,  જસદણ ૬૩ મી.મી,મોરબી  ૬પ મી.મી,  ટંકારા પ૭ મી.મી, વાંકાનોર  ૬૮ મી.મી,  ધ્રાંગધ્રા પ૮  મી.મી,  નાંદોદ પ૪ મી.મી, ગણદેવી પ૩  મી.મી,  ઉમરપાડા ૬૯ મી.મી, વાલોડ પ૩  મી.મી,  કપરાડા પ૩ મી.મી, અને  પારડીમાં ૬પ મી.મી. મળીને કુલ ૩૪ તાલુકાઓમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય  છે કે,  રાજ્યના ૬૧  તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ જ્યારે અન્ય ૩૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ પાણી પડ્યું  હોવાના અહેવાલો છે.

રાજયના ૬૮ જળાશયો સંપૂર્ણ ભરાયા
સરદાર સરોવર ખાતે  નર્મદાની જળસપાટી ૧૨૦.૪૫મીટર

૮૮ જળાશયો માટે હાઇ એલર્ટની ચેતવણી

રાજ્યમાં અને ઉપરવાસમાં સ્ત્રાવ વિસ્તારોમાં તાજેતરમાં થયેલાં વરસાદને કારણે રાજયના  ૬૮ જળાશયો સંપૂર્ણ ભરાઇ ગયા છે. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારના પ૮, કચ્છ  વિસ્તારના ૮ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ૧-૧ જળાશયનો સમાવેશ થાય છે.

સરદાર સરોવર ખાતે  નર્મદાની જળસપાટી ૧ર૦.૪પ મીટરે વહી રહી છે. ૪૯૯૯.પ૩ મીલીયન કયુબીક મીટર જળસંગ્રહ  છે. જે ૯૪.૯૪ ટકા થવા જાય છે.

રાજ્યના ૮૮ જળાશયો  ૯૦થી ૧૦૦ ટકા ભરાતાં તેના માટે હાઇએલર્ટ, ૧૧ જેટલાં  જળાશયો ૮૦ થી ૯૦ ટકા ભરાતાં તેના માટે એલર્ટ અને ૧પ જેટલાં જળાશયો ૭૦ થી ૮૦ ટકા  ભરાતાં તેના માટે સામાન્ય ચેતવણી રજ્યના પૂર નિયંત્રણ કક્ષ તરફથી આપવામાં આવી છે.  જો કે રાજ્યના ૮ર જળાશયોમાં હજીય ૭૦ ટકા કરતાં ઓછો જળસંગ્રહ છે. સુરત જિલ્લામાં  ઉકાઇ માટે તથા ભાવનગર જિલ્લામાં શૈત્રુંજી માટે વોર્નીંગ,  રાજકોટમાં  ભાદર માટે એલર્ટ, રાજકોટ  મચ્છુ-૧ અને મચ્છુ-ર માટે તથા જામનગરમાં ઉન્ડ-૧ માટે હાઇએલર્ટ એમ મળીને કુલ ૬  જેટલાં મુખ્ય ડેમો માટે પૂર નિયંત્રણ કક્ષ તરફથી ચેતવણી આપવામાં આવી છે.

વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી
ગુજરાતનો વિકાસ જેમને ખૂંચે છે તેવા વિકાસ વિરોધીઓને ગુજરાત વિકાસથી જવાબ આપશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાત વિરોધીઓને અસંદિગ્ધપણે પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ જેમની આંખમાં કણાની      માફક ખૂંચે છે, તેવા વિકાસ વિરોધીઓનો ગુજરાત વિકાસ થકી જ જવાબ આપશે, દાનવતાના પુરસ્કર્તાઓને આ માનવતાનો પ્રત્યુત્તર છે.

આજે નમતા પહોરે      સંસ્કારનગરી વડોદરા ખાતે તેમણે વડોદરા રેલ્વે સ્ટેશનને સીટી બસસ્ટેન્ડ સાથે જોડતા સ્કાયવોકનું લોકાર્પણ તેમજ સેવાસદન અને સ્કુલ બોર્ડના રૂા.૪૬ કરોડના કામોનો શુભારંભ કરાવ્યો હતો.

સમગ્ર દેશમાં ૨૦૦૭-૨૦૦૮ અને ૨૦૦૯ દરમિયાન રાખવામાં આવેલી રોજગારીના આંકડા હમણાં બહાર પાડવામાં આવ્યા છે. તેવો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમાં ૭૨ ટકા રોજગાર આપવાના દર સાથે ગુજરાત મોખરે છે. ૨૮ ટકામાં આખુ હિન્દુસ્તાન અને બાકીનાં ૭૨ ટકામાં ગુજરાત એ આપણી વિકાસલક્ષી સિદ્ધિ છે. ગુજરાતનો આ વિકાસ જ તેમની આંખમાં કણાની જેમ ખૂંચે છે.

સ્કાયવોકને સ્વર્ણિમ જયંતિનું અભૂતપૂર્વ નઝરાણુ ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડોદરા જેમને માટે ગૌરવ અનુભવે છે તેવા સર્વ મહાપુરૂષોના તેના પર દર્શન થાય છે. જે નગરજનો ઉપરાંત શહેરમાં આવતા પ્રવાસીઓને વડોદરાની ઉજજવળ સાંસ્કૃતિક વિરાસતનો અનુભવ કરાવશે.

મને ગૌરવ છે કે, વડોદરા વિકાસની બાબતમાં અમદાવાદની સ્પર્ધા કરી રહયું છે તેવી લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, અગાઉ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રૂા.૧૨ કરોડ જેટલું ન હતું. આજે એક જ દિવસમાં રૂા.૪૬ કરોડનાં કામોનો શુભારંભ થઇ શકે છે. આ સિદ્ધિ માટે મેયર-સાંસદ, નગરસેવકો અને અધિકારીઓને તેમણે હાર્દિક અભિનંદન આપ્યા હતા.

ગરીબો પ્રત્યેની દુર્લક્ષતાને લીધે આજે ગરીબ કલ્યાણ મેળા યોજવા પડયા છે : શહેરી વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોની આર્થિક પરિસ્થિતિ બદલવાનું કામ થયું છે. ઃ આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર

ડભોઇ તાલુકાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

દેશની સ્વતંત્રતાના ૬૩ વર્ષ બાદ પણ ગરીબી નાબૂદ થઇ શકી નથી. ભૂતકાળમાં અનેક નાનીમોટી યોજનાઓ બની હશે પરંતુ સાચા લાભાર્થી સુધી લાભ પહોંચી શકયો નથી. સાચી અને સારી રીતે નાણાં વાપર્યા હોત તો આજે ગરીબ કલ્યાણ મેળા યોજવા ન પડત. તેમ ડભોઇ તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં વંચિત લાભાર્થીઓને લાભોનું વિતરણ કરતા પાણી પુરવઠા અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક સર્વેને ટાંકતા ઉમેર્યું કે, આફ્રિકાના ૨૬ દેશોની કુલ વસતિથી વધુ ગરીબો ભારતના ઉત્તરપ્રદેશ, બિહાર જેવા રાજયોમાં છે. જેમને રોટી કપડાં અને મકાનની મુશ્કેલી છે.

ભૂતકાળની સરકારોની ગરીબો પ્રત્યેની દુર્લક્ષતાને લીધે ગરીબી દૂર કરવા ગરીબ કલ્યાણ મેળા કરવા પડે છે. ગરીબી કેવી રીતે આવી તે નેતાઓને પૂછવું જોઇએ. ૫૦ વર્ષના એકચક્રી શાસન કર્તાઓએ પ્રજાની સાચી સેવા કરી હોત તો આજે જે પરિણામ ભોગવવું પડે છે. તે ભોગવવું ન પડત. તેમ જણાવતા ઉમેર્યું કે ગુજરાત રાજયમાં ૩૫૦ ગરીબ કલ્યાણ મેળા યોજીને ૪૫ લાખ ગરીબ લાભાર્થીઓને રૂા. ૪૫ અબજની યોજનાકીય સહાય અપાઇ છે. રાજયના અમદાવાદ, સૂરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં શહેરી ગરીબોને આવાસ આપવા કરોડોની કિંમતની જમીનો પર આવાસનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. રાજયમંથી ગરીબી નેસ્તનાબૂદ ન થાય ત્યાં સુધી અને ગરીબી રેખા હેઠળ જીવતા બી.પી.એલ.ના લાભાર્થી પરિવારો એ.પી.એલ માં ન આવે ત્યાં સુધી આવા ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવશે. તેમ જણાવતા શ્રી પટલે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં રૂા.૩૩ કરોડના લાભો ૩૬૦૦ લાભાર્થીઓને અપાયા હતા. જયારે તાલુકા કક્ષાના મેળામાં ૪૮૦૦૦ લાભાર્થીઓને રૂા.૫૫ કરોડના લાભોનું વિતરણ કરી કુલ રૂા.૮૮ કરોડના લાભો ૮૪૦૦૦ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.

શ્રી પટેલે રાજયની સ્થાપનાની સ્વર્ણિમ જયંતીની ઉજવણી દરમિયાન સેવાભાવી વરિષ્ઠ નાગરિકોનું સ્વાતંત્ર્ય ચળવળના સ્વાતંત્ર્ય સેનનીઓની જેમ સન્માન કરીને ચીલો પાડવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકોએ આ કાર્યક્રમની ભરપુર સરાહના કરી છે. રાજયના કૃષિ શિક્ષણ ઉઘોગોના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો યોજવા સાથે લોકભાગીદારીથી અનેક વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરે વહીવટી તંત્રના કર્મયોગીની ભારે જહેમતથી ૩૫૦ ગરીબ કલ્યાણ મેળા સમાપન તરફ જઇ રહયા છે. કર્મયોગીઓના પરિશ્રમને બિરદાવતા રાજયમાંથી ગરીબનું કલંક દૂર કરવાનું સરકારે બીડું ઝડપ્યું છે ગરીબોની આર્થિક સ્થિતિ બદલવાનું કામ થયું છે. સમાજનો ગરીબીમાંથી આવેલો અદનો માનવી ગરીબીમાં કયાં અને કેવી મુશ્કેલીઓ છે તેનાથી વાકેફ છે. ત્યારે ગરીબ કલ્યાણ મેળા ગરીબોના બેલી અને નોંધરાનો આધાર બન્યા છે.

આ પ્રસંગે સાંસદશ્રી રામસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સમગ્ર ભાતરવર્ષમાં આવું કયાંય અને કયારેય બન્યું નથી. રાજયની સ્વર્ણિમ જયંતી વર્ષની ઉજવણી દરમિયાન મેળાઓનું આયોજન કરીને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.

ડભોઇ તાલુકા ગરીબ કલ્યાણ મેળામાં ધારાસભ્યશ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ, શ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, શ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, શ્રી ગુલસિંહ રાઠવા, શ્રી અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠકકર, પૂર્વ ધારાસભ્યશ્રી સી.એમ.પટેલ, શ્રી કાંતિભાઇ તડવી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ.સી.પટેલ, પોલીસ અધિક્ષક ગગનદીપ ગંભીર, અધિક કલેકટરશ્રી અશોક મહેતા, શ્રી બાળકૃષ્ણભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

નસવાડીના ૩૬૩૦ વનવાસી લાભાર્થીઓને રૂ. ૬.૪૫ કરોડના લાભો વિતરણ કરાયાં
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી મંગુભાઇ પટેલે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પશુપાલન કરતા આદિવાસીઓના પશુઓની ઓલાદ સુધારણા માટે વનભગિની પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો

નસવાડીના ગરીબ કલ્યાણ મેળામાં રંગોના પારખુ વનવાસીઓ રંગબેરંગી પરિધાન સાથે ઉપસ્થિત

વડોદરા જિલ્લામાં અંતિમ ચરણમાં જઇ રહેલા તાલુકાકક્ષાનો અગિયારમો અને જિલલામાં ચૌદમો ગરીબ કલ્યાણ મેળો વનાંચલના નસવાડી તાલુકાના પ્રકૃત્ત્િાજનોની હાજરીમાં સંપન્ન થયો હતો. રંગબેરંગી પરંપરાગત વેશપરિધાનમાં ગરીબ કલ્યાણ મેળામાં આવેલા વનવાસીઓની રંગ પરખે વર્ષાઋતુએ પૃથ્વીને સજાવેલી હરિયાળીની ચાદર કરતાં વિશેષ નીખરી ઊઠી હતી. નસવાડીના જીનિંગ કોટન કંપાઉન્ડ ખાતે વિશાળ સમિયાનામાં હકડેઠઠ માનવ મહેરામણ વચ્ચે આદિજાતિ વિકાસ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલે વનાંચલના ૩૬૩૦ લાભાર્થીઓને રૂા.૬૪૫૫૮૭૫૩/- જેવી માતબર રકમના સ્વરોજગારીના સાધન કીટસ, આવાસ, કૃષિ વગેરેના યોજનાકીય લાભો ઉપલબ્ધ કરાવ્યા હતા.

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, આટલા મોટા જનસાગર વચ્ચે ક્યારેય રૂ.૬.૫૦ કરોડનું વિતરણ થયું નહિ હોય. મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી આવતો પૂરેપૂરા પૈસા લાભાર્થી સુધી પહોંચે તેવું આયોજન કર્યું છે. ગરીબ કલ્યાણ મેળાના તમામ લાભાર્થીઓને સ્થળ પર આજે જ સહાય અપાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. વંચિતોને ગરીબ કલ્યાણ મેળામાં જે સાધન સહાય મળે તેનો પોતે ઉપયોગ કરીને ગરીબીને નેસ્તનાબૂદ કરવાનો ધ્યેય રાખે. આ મેળા ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવાનું માધ્યમ બન્યા છે.

મંત્રીશ્રી પટેલે વનવાસીઓને કોઇપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા હાકલ કરતા સારું કમાઇને પરિવારને સારી રીતે રાખી સમૃદ્ધ જીવન જીવવા અને બાળકોને સારું શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના ૫૮ જેટલા આદિજાતિ યુવાનો વિદેશમાં શિક્ષણ મેળવી રહયા છે. જ્યારે અગિયાર આદિવાસી યુવાનો પાયલોટની તાલીમ મેળવી રહયા છે. આ આદિવાસી યુવાનો પાયલોટ બનીને વિમાન ઉડાડશે એ દિવસો હવે દૂર નથી.

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્યના વનાંચલના સર્વાંગી વિકાસ માટે અમલી બનાવાયેલી વનબંધુ કલ્યાણ યોજનામાં એક કદમ આગળ વધીને જિલ્લામાં પશુપાલન કરતા પાવીજેતપુર, છોટાઉદેપુર, નસવાડી,કવાંટ અને સંખેડા તાલુકાના આદિજાતિઓના પશુઓની ઓલાદ સુધારણા, નિદાન, સારવાર અને ઈલાજ માટે રૂા.૮૪૦ કરોડનો માટે વનભગિની પ્રોજેક્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. તેમણે નસવાડી તાલુકામાં થયેલા અનન્ય વિકાસનો ઉલ્લેખ કર્યો હતો.

નસવાડી ગરીબ કલ્યાણ મેળા પ્રસંગે સંસદીય સચિવશ્રી હર્ષદભાઇ વસાવાએ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારના લોકો વિકાસથી હવે પરિચિત થયા છે. રાજ્યમાં એકપણ પરિવાર ગરીબ ન રહે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરીને ગરીબ પરિવારો સીધો તેના ધર સુધી લાભપહોંચાડવાનો પ્રયાસ છે. આદિજાતિ વિસ્તારની દીકરીઓ શિક્ષિત બને તેવા મુખ્ય મંત્રીશ્રીના ભગીરથ પ્રયાસોના સુફળ અને પરિણામ સ્વરૂપ શિક્ષણની ભૂખ જાગી છે. આદિવાસીઓ આર્થિક રીતે મજબૂત અને સદ્ધર બને તે માટે નક્કર પગલાં લેવામાં આવ્યા છે.

પ્રારંભમાં સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિવાસીઓ વિકાસથી વંચિત ન રહે તેવી મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા સાકાર થઇ રહી છે.

નસવાડી ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સંસદીય સચિવશ્રી જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્યશ્રી ઉપેન્દ્રસિંહ ગોહિલ, શ્રી ગુલસિંહ રાઠવા, શ્રી ભુપેન્દ્રભાઇ લાખાવાલા, શ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, કલેકટરશ્રી વિજય નેહરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.સી.પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન રાઠવા, શ્રી બાળકૃષ્ણભાઇ પટેલ, શ્રી જશુભાઇ ભીલ, પૂર્વ ધારાસભ્યશ્રી કે.ટી.ભીલ, શ્રી કાંતિભાઇ તડવી, લાભાર્થીઓ તથા વનવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

૫૨૩૯ લાભાર્થીઓ રૂ.૨૪ કરોડના સાધન સહાય હાથોહાથ આપ્યા
ગુજરાતના ગરીબ કલ્યાણ મેળાનો પ્રભાવ સમગ્ર દેશમાં પથરાઇ ગયો છે. અને બીજાઓએ ગરીબો માટે ફરજિયાત કામ કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ઃ મુખ્યમંત્રીશ્રી

૫૨૩૯ લાભાર્થીઓ રૂ.૨૪ કરોડના સાધન સહાય હાથોહાથ આપ્યા

શહેરી ગરીબ કલ્યાણ મેળો

સયાજીગંજ વડોદરામાં વિશાળ સંખ્યામાં ગરીબ પરિવારોની ઉપસ્થતિ

૩૫૦ ગરીબ કલ્યાણ મેળામાં મળીને ૪૫ લાખ લાભાર્થીઓને એકંદરે રૂા. ૪૫ અબજની આર્થિક શક્તિ આપી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે અકિંચનોના વિકાસના એકમાત્ર ધ્યેયને વરેલી ગુજરાત સરકારે રાજ્યના સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં ૩૫૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને રાજ્યના ૪૫ લાખ જેટલા અકિંચન માનવીઓને રૂા.૪૫ અબજની સહાય આપીને તેમના માટે વિકાસના નૂતન દ્વાર ઉધાડયા છે.

શહેરી અને તાલુકા ગરીબ કલ્યાણ મેળાના રાજ્ય વ્યાપી સેવા યજ્ઞના ભાગરૂપે આજે વડોદરામાં સયાજીગંજ શહેરી ગરીબ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોને હસ્તે ૫૨૩૯ લાભાર્થીઓને એકંદરે રૂા.૨૪ કરોડથી વધારે રકમની સાધન સહાય હાથોહાથ આપવામાં આવી હતી. આમાં ૯૧૪ જેટલાં ધરવિહોણાં શહેરી ગરીબોને પાકા આધુનિક આવાસો ફાળવવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થ્તિ શહેરી ગરીબ પરિવારોનું અભિવાદન કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના ગરીબ કલ્યાણ મેળાનો પ્રભાવ દિલ્હી સહિત આખા દેશમાં પથરાઇ ગયો છે. ગુજરાતે ગરીબોની સેવાનો માર્ગ બતાવ્યો અને હવે ગરીબની સેવા માટે બીજાને ફરજિયાત કામ કરવું પડે તેવી સ્થ્તિનો યશ ગુજરાતે મેળવ્યો છે.

વડોદરાના સ્કાયવોકના અને વિકાસના કામો એટલા થયા છે જેણે કોમન વેલ્થના પ્રોજેક્ટના ભ્રષ્ટાચારના લીરા ઊડી રહયા છે તેવા વાતાવરણમાં વિકાસનો અને ગરીબોના કલ્યાણોનો રાહ બતાવ્યો છે.

ગુજરાત સરકારે ટૂંકાગાળામાં પૂર્વ ૫૦ અને હાલ ૩૦૦ મળી કુલ ૩૫૦ ગરીબ કલ્યાણ મેળા યોજીને લગભગ ૪૫ લાખ ગરીબોને ગામેગામથી શોધીને દિવસ રાત પુરુષાર્થ કરીને ગરીબોની સેવાનો યજ્ઞ કર્યો છે. સ્વર્ણિમ જ્યંતી વર્ષમાં જ આ ૩૫૦ ગરીબ કલ્યાણ મેળામાં મળીને રૂા.૪૫૦૦ કરોડની જંગી મદદ અભૂતપૂર્વ રીતે ગરીબોના હાથમાં મૂકી દીધી છે.

ભૂતકાળમાં રાજીવ ગાંધી જેવા વડાપ્રધાન કહેતા કે એક રૂપિયાના માત્ર પંદર પૈસા ગરીબ પાસે પહોંચે છે બાકીના પૈસા કયો પંજો ઉપાડી ગયો તે શોધી કાઢીને રૂા.૪૫ અબજની અભૂતપૂર્વ આર્થિક શક્તિનો ધોધ વહાવ્યો છે. એમ તેમણે જણાવ્યું હતું.

આખા દેશમાં ગુજરાત કુલ સરકારી રોજગાર કચેરીઓના ૭૩ ટકા રોજગારી આપીને દેશમાં પ્રથમ આવ્યું છે. બાકીના ૨૮ ટકામાં આખું હિન્દુસ્તાન-એ રીતે ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત આ શાંતિયાત્રા અને વિકાસયાત્રા મક્કમતાપૂર્વક ચલાવી રહયું છે ત્યારે પાંચમી કતારીયાની જમાત સહિત ગુજરાતનો વિકાસ જેને આંખમાં કણાની જેમ ખૂંચે છે તે ગુજરાત વિરોધીઓ ગુજરાતને બદનામ કરવા અનેક કારસા કરી રહયા છે પણ ગુજરાત ડગવાનું નથી.

કોંગ્રેસ સીબીઆઇની સ્ટેનોગ્રાફર બની ગઇ છે. કોંગ્રેસીઓ સીબીઆઇના કાર્યાલયના નિવેદનો તૈયાર કરી રહયા છે. પણ દિલ્હીની કેન્દ્રીય સલ્તનત સમજી લે – ગુજરાતની વિકાસ યાત્રાનો મુકાબલો કરી શકશો નહિ. વિકાસની સ્પર્ધા માટે દિલ્હીની કેન્દ્ર સલ્તનત ગુજરાત સાથે મેદાનમાં ઉતરે તેવો પડકાર ઝીલવાની તાકાત નથી. તેમને તો માત્ર કોમનવેલ્થ સિવાય કશું સૂઝતું જ નથી એવી કરજતમય ભૂમિકામાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

રાજયના પંચાયત મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલે જણાવ્યું હતું કે ગરીબો માત્ર ગ્રામીણ ક્ષેત્રોમાં જ નહિ પરંતુ શહેરી વિસ્તારોમાં પણ હોય છે. જિલ્લા કક્ષાના ૫૦ ગરીબ કયાણ મેળા યોજીને અંદાજે      ૨૨ લાખ લાભાર્થીઓને રૂા.૨૭૦૦ કરોડની      સહાય ચૂકવવામાં આવી છે.જયારે તાલુકા કક્ષાના ૩૦૦ મેળામાં ગરીબોને તેમના અધિકારો સીધેસીધા હાથમાં મૂકવામાં આવ્યા છે. કૃષિ મહોત્સવ દ્વારા કૃષિ, શાળાપ્રવેશોત્સવ શિક્ષણના વિકાસ સાથે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ઉઘોગોનો વિકાસ થયો છે.

સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે શહેર વિધાનસભામાં રૂ.૨૬ કરોડ રાવપુરામાં રૂા.૭ કરોડ તેમજ સયાજીગંજમાં રૂા.૨૪ કરોડનો ગરીબોને લાભ અપાયો છે. શ્રી પટેલે વધુમાં ઉમેર્યું કે ગરીબીનું મૂળ કારણ પરિવારની મોટી જનસંખ્યા હોઇ શકે તેમજ શહેરના ગરીબોના ઝૂપડપટૃી વિસ્તારમાં ભેળસેળ ઓછી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેચાણ પણ ગરીબી માટે જવાબદાર પરિબળ હોઇ શકે ઓછી ગુણવત્તાવાળી અને ભેળસેળવાળી ચીજવસ્તુઓના વેચાણને રોકવા ગરીબોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઇ સુખડીયાએ શહેરમાં થયેલા વિકાસના કામોનો ઉલ્લેખ કરતાં પાંચ ફલાય ઓવરબિ્રજના નિર્માણ થયાં છે પંડિતદિનદયાળના એકાત્મ માનવવાદના સિદ્ધાંત અનુસાર સંપત્ત્િાની સમાન વહેંચણી થવા ઉપર ભાર મૂકયો હતો.

શહેરી વિકાસ મંત્રીશ્રી નિતીનભાઇ પટેલ,      સંસદીય સચીવશ્રી યોગેશ પટેલ, સાંસદ-મેયર શ્રી બાળકૃષ્ણ શુકલ, આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરભ સાંસદશ્રી રામસિંહ રાઠવા, ધારાસભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, મધુભાઇ શ્રીવાસ્તવ, વુડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ સહિત નગરસેવકો, પદાધિકારીઓ અને અગ્રણીઓ      સહિત વિશાળ જાસમુદાય મેળામાં ઉપસ્થિત રહયો હતો.

“”ભગવા આતંકવાદ” શબ્દ પ્રયોગ વડે હિન્દુસ્તાનની સંસ્કૃતિના અપમાન બદલ વડાપ્રધાન માફી માંગે : મુખ્યમંત્રી
હિન્દુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કરવા પાછળ કઇ વિદેશી તાકાતનું પીઠબળ છે ? મુખ્યમંત્રીનો સોંસરો સવાલ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રીમાન ચિન્દમબરમના “”ભગવા આતંક” શબ્દ પ્રયોગ સામે અત્યંત આકરા પ્રહારો કરતા આજે વડોદરામાં જણાવ્યું કે, હિન્દુસ્તાનની સંસ્કૃતિનું અપમાન કરવા પાછળ કઇ વિદે઼શી તાકાત દિલ્હીની કેન્દ્રીય સલ્તનતને પીઠબળ આપે છે તેનો જવાબ વડાપ્રધાનશ્રીએ હિન્દુસ્તાનવાસીઓને આપવો જ પડશે. જો વડાપ્રધાનશ્રી ભગવા આતંકના શબ્દપ્રયોગ બાબતે દેશની માફી નહીં માગે તો દેશની જનતા તેમની સત્તાસુખની વોટબેન્કની રાજનીતિના હાથના ચકનાચૂર કરી દેશે તેમ તેમણે જણાવ્યું હતું.

વોટબેન્કના રાજકારણમાં ડૂબેલા કેન્દ્રના શાસકો આ ભારતને, ભારતની સંસ્કૃતિને બદનામ કરવા ષડયંત્રો રચી રહયા છે એમ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના દેશના પોલીસ અધિકારીઓની રાષ્ટ્રીય પરિષદમાં ભારતની સંસ્કૃતિ વિરૂધ્ધ પોલીસોની લાગણી ઉશ્કેરવા ભગવા આતંકવાદનો વિકૃત શબ્દપ્રયોગ કર્યો તેની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

હજારો વર્ષની હિન્દુસ્તાનની સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે, હિન્દુસ્તાને સદીઓ સુધી આક્રમણો ઝીલ્યા પણ કયારે આક્રમણ કર્યા નથી ત્યારે હિન્દુ અને ભગવા રંગને આતંકવાદી કહે તે કોઇ હિન્દુસ્તાનવાસી સાંખી શકે નહીં.

જનતા જનાર્દન સાથે સીધો સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતની સાંસ્કૃતિક વિરાસતમાં સંત સંસ્કૃતિ ભગવા કપડાં ધારણ કરે છે,  શું સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ ભગવા વસ્ત્રો ધારણ કરતા હતા તે આતંકવાદી છે? કરોડો મંદિરો ઉપર ભગવો ધ્વજ લહેરાઇ રહયો છે તે શું આતંકવાદના મથકો છે? વોટબેન્કની રાજનીતિ ખાતર ભગવા રંગની ત્યાગ બલિદાનની સંસ્કૃતિ, દેશની શાન જાળવવા ક્ષત્રિય સમાજે સર્વસ્વ હોમી દીધાનો ઇતિહાસ છે. કેસરીયા ધ્વજની આન, બાન, શાન જાળવનારા ભગવા રંગના લોકોને આતંકવાદી ગણાય તે આ દેશ સાંખી શકશે નહીં. આતંકવાદનો કોઇ રંગ કે મઝહબ નથી હોતો. ગુજરાત ધરતી ઉપરથી તેમણે વડાપ્રધાન ડો.મનમોહનસિંહને આહવાન કર્યું હતું કે, ભગવા આતંકવાદ શબ્દપ્રયોગ પાછો ખેંચીને હિન્દુસ્તાનની જનતાની માફી માંગો. હિન્દુસ્તાનની સાંસ્કૃતિક વિરાસત માનવતા સાથે ચાલે છે, દાનવતા સાથે નહીં. ગુજરાતની ધરતી ઉપર માનવતાની લડાઇ દાનવતા સાથે છે. ગુજરાત દેશની અને સંસ્કૃતિનું અપમાન સહન નહીં કરી શકે.