Sunday, September 5th, 2010

BETA | News Feed

‘‘ગુજરાત’’ મેગેઝિન અંગ્રેજી ઇ-મેગેઝિન સ્વરૂપે ઉપલબ્ધ

October 23, 2009 by Editor  
Filed under CM, Information, NOW, PUBLICATIONS

માહિતી ખાતાનું લોકપ્રિય ‘‘ગુજરાત’’ મેગેઝિન અંગ્રેજી ઇ-મેગેઝિન સ્વરૂપે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ
વેબસાઇટ : www.globalgujarat.netનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજ્ય સરકારના માહિતી વિભાગના લોકપ્રિય ‘‘ગુજરાત’’ મેગેઝિનની અંગ્રેજી આવૃત્તિ ‘‘ગુજરાતઃઇ-મેગેઝિન’’ની વેબસાઇટ : www.globalgujarat.netનું લોકાર્પણ કર્યું હતું.
આ વેબસાઇટ ઉપર ગુજરાત-ઇ-મેગેઝિન અંગ્રેજી આવૃત્તિ સ્વરૂપે ગુજરાત સરકારના જનહિત, સાર્વજનિક સુખાકારી, સેવા અને સુવિધાઓનાં લોકોપયોગી કાર્યો, વિકાસમાં જનભાગીદારી [...]

ગુજરાતની સંકલ્પયાત્રા

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

ગુજરાતની સંકલ્પયાત્રા
- વિષ્ણુ પંડ્યા
વિદ્યાપ્રેમનો સંકલ્પ સિદ્ઘરાજ જયસિંહ
ઈ.સ. ૧૦૯૬ થી ૧૧૪૩. ગુજરાત અને અન્યત્ર અબાધિત સામ્રાજ્ય વિસ્તાર કરનાર સિદ્ઘરાજને પિતા કર્ણદેવે સલાહ આપી હતી કે, ‘તું ચારે વર્ણોનો રક્ષક થજે. પૂર્વજોની પ્રણાલિકા ચાલુ રાખજે.’ તેનો ૧૦૯૬માં રાજ્યાભિષેક થયો, તેણે બર્બરક (બાબરા ભૂત)ને અંકુશમાં લીધો, ધર્મસભા યોજી, માળવા જીત્યું, સોમનાથમાં યાત્રાવેરાથી દુખી મીનળદેવીએ પુત્રની પાસે વેરો બંધ [...]

ગુજરાતના શક્તિપૂજાના પ્રતિક ગરબાનો મહિમા વિશ્વભરમાં ગૂંજતો થયો

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

ગુજરાત આખું શક્તિ-ભક્તિમય
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના શક્તિ અને ભક્તિના ઉત્સવ એવા વાયબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કરતા ગુજરાતનું નવરાત્રિનું આ પર્વ સમાજશક્તિની ચેતના જગાવનાર પર્વ બની રહેશે તેવી શ્રદ્ધા તેમણે વ્યકત કરી હતી.
અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી મહાપટમાં ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ નવરાત્રિ ફેસ્ટીવલ સોસાયટીના સંયુકત ઉપક્રમે આ વર્ષે શક્તિની સપ્તધારા [...]

ગાંધીનગર જિલ્લાની મહિલાઓની સશક્તિકરણની દિશામાં સિદ્ઘિ

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

ગાંધીનગર જિલ્લાની મહિલાઓની સશક્તિકરણની દિશામાં સિદ્ઘિ
- પ્રજ્ઞા પટેલ

૨૪૩૧ જૂથોએ બચતમાંથી રૂ. ૯૫.૨૯ લાખનું આંતરિક ધિરાણ કર્યું
જિલ્લામાં કુલ – ૪૦૬૫ જૂથો કાર્યરત છે.
જિલ્લાના સખીમંડળોમાં ૫૨,૧૨૦ મહિલાઓને સાંકળી લેવામાં આવી છે.
૪૦૩૨ સખીમંડળોની રૂ. ૧.૬૪ કરોડની બચત બેંકમાં જમા કરાવાઈ.
રૂ. ૧.૦૪ કરોડનું રિવોલ્વિંગ ફંડ જૂથોને ચૂકવાયું.
૨૫ જૂથો રેડિમેડ કાપડની સિલાઈના કામમાં કાર્યરત.

રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણના કાર્યક્રમોને વિશેષ પ્રાધાન્ય [...]

વિશેષ નવા આકર્ષણો સાથે પ્રસ્તુત ગુજરાત સરકારનું વેબપોર્ટલ

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

પોર્ટલ પરથી વીડિયો, ઓડિયો અને ભાષા પસંદગીનો ઓપ્શન મળશે
સ્ટેટ પોર્ટલ www.gujaratindia.com નિહાળો
ગજરાત સરકાર સંચાલિત વેબ-પોર્ટલ www.gujaratindia.com હવે આકર્ષક અને નવીનતા સાથે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત સરકારના  વિવિધ વિભાગોએ તેમની આગવી  વેબસાઇટ કાર્યરત કરેલી છે, પરંતુ ‘ગુજરાત ઇન્ડિયા પોર્ટલ’ પર આ તમામ વેબસાઇટની  અગત્યની વિગતોનું સંકલન અને રાજ્ય સરકારની દૂરંદેશી [...]

જીવનના ગાઢ અંધકારને દૂર કરી નવપ્રભાતને પોંખવાનો ઉત્સવ

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

જીવનના ગાઢ અંધકારને દૂર કરી  નવપ્રભાતને પોંખવાનો ઉત્સવ
- હિમાંશુ ઉપાધ્યાય
માનવીનો જીવનપ્રવાહ એટલે અનેકવિધ વાસના, વિકારો અને ભાવનાનું સંમિશ્રણ! આ પ્રવાહ અધ:પતિત ન થતાં ઉર્ધ્વગામી બને; ઈશ્વરાભિમુખ બને, યાંત્રિક ન બનતાં સદૈવ આનંદિત અને ઉલ્લાસિત રહે તે માટે આપણા પૂર્વજોએ, ઋષિઓએ પર્વનો મહિમા ગાયો. તેમાં પર્વની ઉજવણીની વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક સમજ આપી, જીવન વહેવાર સાથે તેને [...]

બોક્સ – કવરસ્ટોરી

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

વિકસતા દેશો સામે કુપોષણની સમસ્યા :કુપોષણમાંથી બાળપેઢીને મુક્ત કરવા ગુજરાતે આરંભ્યું અભિયાન
વિકસતા દેશોમાં ૬ વર્ષના બાળકથી માંડીને  ર૪ વર્ષના યુવાનોનો માનસિક વિકાસ લોહતત્ત્વની ઉણપથી રૂંધાય છે. વિટામિન-એની ઉણપથી ૪૦ ટકા બાળકોની રોગતિકારક શક્તિમાં ઘટાડો. તિવર્ષે અંદાજીત ૧૦ લાખ બાળમૃત્યુ. સગર્ભાવસ્થા અને સુતિ દરમિયાન ૬૦ હજાર મહિલાઓના મૃત્યુ થાય છે
ફૂડફોર્ટિફિકેશન ક્ષેત્રે ગુજરાતની આગવી પહેલ : પ્રાથમિક [...]

પ્રથમવાર ગુજરાત પધારેલા રાષ્ટ્રપતિનું ભવ્ય નાગરિક સન્માન

October 14, 2009 by admin  
Filed under Issue No. 49-19, Uncategorized

- ગુજરાત રાજ્ય માહિતી બ્યૂરો
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટિલે ગુજરાતની પાંચ દિવસની યાત્રાના પ્રારંભે ગુજરાતની જનતાને સુખ, સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતે નિરંતર પ્રગતિ કરી છે અને રાષ્ટ્રના વિકાસમાં પણ યોગદાન આપ્યું છે, એમ કહીને રાષ્ટ્રપતિએ ગુજરાતીઓને મહેનતુ, ઉદ્યમી અને સર્જનશીલ ગણાવીને ગુજરાતીમાં કહ્યું હતું કે, ‘કર્યા વગર કંઈ મળતું [...]

ઉત્કૃષ્ઠ ક્રિકેટની રમત માટે ગુજરાત નિર્ણાયક ભૂમિકા અને યોગદાન આપે તે માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર થશે

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

ઉત્કૃષ્ઠ  ક્રિકેટની રમત માટે ગુજરાત નિર્ણાયક ભૂમિકા અને યોગદાન આપે તે માટેની બ્લુ પ્રિન્ટ  તૈયાર થશે : શ્રી  નરેન્દ્રભાઇ મોદી
ગુજરાત  ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મુખ્યમંત્રીશ્રીએ મોટેરાના ક્રિકેટ સ્ટેડિયમની નિરીક્ષણ મુલાકાત લીધી
ક્રિકેટના તમામ પાસાંઓની તલસ્પર્શી જાણકારી મેળવી
પૂર્વ  વરિષ્ઠ ખેલાડીઓ  અને અમ્પાયર્સ સાથે વિચાર-વિમર્શ કર્યો
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ ઓસોસિએશનના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી [...]

અખબારી અહેવાલોમાં આલોચના અને અપમાનની ભેદરેખા જાળવીએ

October 14, 2009 by Editor  
Filed under Issue No. 49-19, Uncategorized

અખબારી સ્વાતંત્ર્યતા અને પત્રકારોની ભૂમિકા’ વિશેનો પ્રેસ સેમિનાર અખબારોને મળતી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ન પલટાય તેની કાળજી રાખવી જરૂરી છે. મીડિયા લોકમતનું ઘડતર કરતા હોઈ કોઈ પણ પ્રત્યે રાગદ્વેષ રાખ્યા વગર અહેવાલોમાં સત્યનું નિરૂપણ કરવું જોઈએ. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં અખબારોને સ્વતંત્રતા વધુ મળે છે. સ્વયં શિસ્ત કેળવીને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ઘડેલી આદર્શ આચાર-સંહિતાનું પાલન [...]

Next Page »